ઝુંડાલના બંધ મકાનમાંથી કલાકોમાં જ ૯.૯૦ લાખના દાગીનાની ચોરી

પરિવાર ભાઈના ઘરે ખબર જોવા માટે ગયો તે દરમિયાન
ઘરને સ્ટોપર મારીને નજીકમાં જ ગયા હતા તે સમયે ચોરીની ઘટના બની ઃ પોલીસે શોધખોળ આદરી
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ઝુંડાલ ગામમાં પરિવાર નજીકમાં જ રહેતા ભાઈના ઘરે ખબર જોવા માટે ગયો હતો તે દરમિયાન કલાકોમાં જ તેમના મકાનમાંથી લાખો રૃપિયાના દાગીના ચોરી કરી લેવામાં આવી હતી. જે સંદર્ભે હાલ અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ચોરોને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.
પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં
છેલ્લા થોડા સમયથી ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા ઝુંડાલ ગામમાં
વધુ એક મકાનમાંથી ૯.૯૦ લાખ રૃપિયાના દાગીનાની ચોરીની ઘટના બહાર આવી છે. જે ઘટના
સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ઝુંડાલ ગામમાં વચલો વાસ ખાતે રહેતા
અમૃતજી મંગાજી ઠાકોર ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં
પત્ની, પુત્ર
અને પૌત્રવધુનો સમાવેશ થાય છે ત્યારે ગત ૨૬ ઓક્ટોબરના રોજ તેમના મોટાભાઈ દશરથજી
ઠાકોરની ખબર અંતર પૂછવા માટે પરિવાર મકાન બંધ કરીને ગયો હતો. આ દરમિયાન સાંજે તેઓ
પરત ફર્યા હતા અને રાત્રે ફરીથી ઘર બંધ કરીને ભાઈની ખબર જોવા માટે ગયા હતા ત્યારે
બીજા દિવસે સવારના સમયે તેમની પૌત્રવધુ કામિનીએ જે ગુલાબી રંગની પેટીમાં સોનાના
દાગીના રાખ્યા હતા તે પેટી જણાઈ ન હતી આસપાસના રૃમમાં પણ તપાસ કરી હતી પરંતુ તે
મળી આવી ન હતી. જેમાં સોના અને ચાંદીના મળી ૯.૯૦ લાખ રૃપિયાના દાગીના હતા ત્યારે આ
સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને
ચોરોને શોધવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.








