Get The App

દેણું થઇ જતાં શો-રૂમમાંથી રૂા. 25 લાખના દાગીના ચોર્યા

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
દેણું થઇ જતાં શો-રૂમમાંથી રૂા. 25 લાખના દાગીના ચોર્યા 1 - image


મવડીનાં અર્જુન જ્વેલર્સમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે કામ કરતાં યુવાને

રાજકોટ તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરી, ચોરી કરેલા સોનાના દાગીના કબ્જે કરવા તજવીજ

રાજકોટ : મવડી મેઇન રોડ પર આવેલા અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લીમીટેડ નામનાં શો-રૂમમાંથી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવતા નૈમિષ વિજયભાઈ જાનીએ રૂા. ૨૫.૬૨ લાખની કિંમતનાં સોનાનાં દાગીનાની ચોરી કર્યાની રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

શો-રૂમમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા હિતેષભાઈ વસોયા (રહં. આંગન સિટી, મોટામવા સ્મશાન પાસે)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇ તા. ૨૨ મેનાં રોજ શો-રૂમમાંથી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ યશભાઈ ઠુમ્મરે સ્ટોક ચેક કરતાં તિજોરીમાં પ્લાસ્ટિકનાં પાઉચમાં રાખેલા સોનાના ચેઇન, વિંટી, માળા, હાથમાં પહેરવાની પ્લેન રીંગ, બ્રેસલેટ સહિત રૂા. ૨૫.૬૨ લાખના દાગીના જોવા મળ્યા ન હતા.

જેથી આ અંગે શો-રૂમની કોર ટીમને વાત કરી હતી. સાથોસાથ સ્ટાફની પૂછપરછ પણ કરી હતી. પરંતુ તમામે આ ચોરી થયેલા દાગીના બાબતે અજાણ હોવાનું કહ્યું હતું. આખરે ગઇ તા. ૬ જૂનનાં રોજ શો-રૂમનાં સીસીટીવી કેમેરા ચેક કરતાં તા. ૧૫ માર્ચના રોજ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે નોકરી કરતાં નૈમિષે આ દાગીના ચોરી કર્યાની જાણ થઇ હતી.

પરિણામે તેને પૂછતાં દેણું થઇ જતાં ચોરી કર્યાનું કબૂલ્યું હતું. આખરે શો-રૂમ માલિક મનિષભાઈ ધાડીયાને વાત કરી હતી. જેણે અન્ય સ્ટાફની રૂબરૂમાં નૈમિષને બોલાવી, પૂછતાં તેણે ફરીથી ચોરી કર્યાનું કબૂલ્યું હતું. એટલું જ નહીં રૂા. ૨૫ લાખનું લખાણ પણ આપતાં આખરે તેનાં વિરૂધ્ધ ગઇકાલે રાત્રે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેનાં આધારે પોલીસે નૈમિષની ધરપકડ કરી, સોનાના દાગીના કબ્જે કરવા તજવીજ શરૂ કરી છે. દાગીના ચોરી કરી તેને ક્યાં વેંચ્યા તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. 

Tags :