Get The App

ઘરના સફાઇ કામ દરમિયાન ૧૨ તોલાના દાગીનાની ચોરી

સફાઇ કામ કરવા માટે આવેલા મજૂરોએ ચોરી કરી હોવાની શંકા : ત્રણેયના મોબાઇલ બંધ

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
ઘરના  સફાઇ કામ દરમિયાન ૧૨ તોલાના દાગીનાની ચોરી 1 - image

વડોદરા,ઘરનું સફાઇ કામ કરવા આવેલા મજૂરો ઘરમાંથી સોનાના ૧૨તોલા વજનના દાગીના તેમજ ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી ગયા  હોવાની શંકાના આધારે પોલીસે તપાસ  હાથ ધરી છે.

બિલ કલાલીરોડ રોયલ હેરિટેજ વિલામાં રહેતા અલ્પેશકુમાર બદરીલાલ જૈન ખાનગી કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા ઘરની સફાઇ માટે સાંવરિયા દીપ ક્લિનિંગ સર્વિસના માણસ લાલાભાઇ કરીના ત્રણ માણસો હીરા કીર, બાબુ કીર તથા પ્રકાશ કીર આવ્યા હતા. જેના ૫૦ હજાર રૃપિયા મેં ઓનલાઇન ચૂકવ્યા હતા. સાંજે સફાઇ કામ કરીને તેઓ જતા રહ્યા હતા. રાત્રે સાડા  અગિયાર વાગ્યે મેં અને મારા પત્નીએ  પહેલા માળે કબાટ ખોલીને જોતા તેમાંથી સોનાના ૧૨ તોલા વજનના દાગીના ગાયબ હતા. તેમજ ચાંદીના દાગીના અને રોકડા ૨૫ હજાર પણ નહતા. ત્યારબાદ ત્રણેય માણસો તથા લાલાભાઇ કીરનો પણ મોબાઇલ બંધ થઇ ગયો હતો.  ત્રણેય મજૂરો ઘરમાંથી ચોરી કરી ગયા હોવાની મને શંકા છે. અટલાદરા પોલીસે આ અંગે વધુ તપાસ  હાથ ધરી છે.