વડોદરા: લગ્નમાં આવેલા પરિવારની કારમાંથી દાગીના અને રોકડ ચોરાયા, ટાબરિયા ગેંગનો હાથ
વડોદરા, તા. 11 ફેબ્રુઆરી 2020 મંગળવાર
લગ્ન સરા દરમિયાન પાર્ટી પ્લોટો તેમજ મેરેજ હોલની બહાર પાર્ક થતાં વાહનોમાંથી ટાબરિયા ગેંગ દ્વારા સામાન ચોરીના બનાવો વારંવાર બનતા હોય છે. ગઇરાત્રે આવા જ એક બનાવમાં એક પરિવારે દાગીના રોકડ ગુમાવ્યા હતા.
મકરપુરાના અમૃતપાર્કમાં રહેતા દીપકભાઇ પારેખે પોલીસે જણાવ્યું છે કે, ગઈકાલે દુમાડ ચોકડી નજીક લીમ્બચ માતાના મંદિર પાસે મારા સાઢુભાઈના પરિવારમાં લગ્ન હોવાથી અમે કાર બહાર પાર્ક કરી હતી.
રાત્રે ઘેર જવા નીકળ્યા ત્યારે કારનો કાચ તૂટેલો હતો તેમજ અંદરથી દાગીના અને રોકડા રૂ. 5 હજાર મળી રૂપિયા સવા લાખની મતાવાળુ પર્સ ગુમ હતું. આ અંગે સમા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.