લગ્નમાં ગયેલા નિવૃત્ત પ્રોફેસરના ઘરમાંથી દાગીના અને રોકડની ચોરી

વડોદરા,લગ્નમાં રાજસ્થાન ગયેલા ટેકનોલોજીના નિવૃત્ત પ્રોફેસરના ઘરમાંથી ચોર ટોળકી સોનાના દાગીના અને રોકડ રકમ ચોરી ગઇ હતી.
તરસાલી માણેક પાર્કમાં રહેતા પ્રકાશચંદ્ર છોગાલાલ મહેશ્વરીની વડસર સુશેન રોડ પર ઓમકાર સ્ટીલ સેન્ટર નામની દુકાન છે. ગત ૪ થી તારીખે તેઓ દુકાનના શટરને તાળું મારીને ઘરે ગયા હતા. તે દરમિયાન ચોર ટોળકી રોકડા ૬૦ હજાર, મંગળસૂત્ર, બંગડીઓ મળી ૧.૯૦ લાખની મતા ચોરી ગઇ હતી.
એેમ.એસ.યુનિવર્સિટીના ટેકનોલોજી ફેકલ્ટીના નિવૃત્તે પ્રોફેસર જયેન્દ્રકુમાર નરોત્તમદાસ શાહ સનફાર્મા રોડ પ્રથમ એન્કલેવમાં રહે છે. ગત ૨૯ મી તારીખે તેઓ પત્ની સાથે રાજસ્થાનના જયપુરમાં લગ્ન પ્રસંગે ગયા હતા અને છઠ્ઠી તારીખે પરત આવ્યા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનમાંથી ચોર ટોળકી ભગવાનની મૂર્તિઓ અને રોકડા ૨૫ હજાર મળી ૧.૯૮ લાખની મતા ચોરી ગઇ હતી. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









