Get The App

જેતપુર મગફળી ચોરી કેસ: કૃષિમંત્રી અને નાફેડના ચેરમેનના નિવેદનોમાં વિરોધાભાસ

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
જેતપુર મગફળી ચોરી કેસ: કૃષિમંત્રી અને નાફેડના ચેરમેનના નિવેદનોમાં વિરોધાભાસ 1 - image


Rajkot: રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની ચોરી થઈ હતી. જેને લઈને વિપક્ષે સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે નાફેડના ચેરમેન જેઠા ભરવાડએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે હવેથી નાફેડના તમામ ગોડાઉનમાં CCTV કેમેરા લગાવવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત નજીક અરબ સાગરમાં હલચલ તેજ, એક જ સમયે ફાયરિંગ ડ્રિલ કરશે ભારત-પાક.ની નૌસેના

રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરી

મળતી માહિતી મુજબ, રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામ નજીક સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશન તરફથી ગિરીરાજ વેરહાઉસ ભાડે રખાયેલા ગોડાઉનમાં 57600 મગફળીની બોરીઓ રાખવામાં આવી હતી. જેમાં 5 થી 16 ડિસેમ્બર, 2024 દરમિયાન ગિરીરાજ વેરહાઉસમાં રાખેલી મગફળીમાંથી 1212 મગફળીની બોરીઓ ચોરી થઈ હતી. જેમાં અમદાવાદની શ્રીરામ એન્ટરપ્રાઈઝ નામની એજન્સીને વેરહાઉસની દેખરેખનો કોન્ટ્રાક્ટ સોંપાયો હતો. 31.64 લાખની કિંમતની મગફળીની ચોરી થતાં ખળબળાટ મચી ગયો હતો. 

'આ ચોરીથી નાફેડને એક પણ રૂપિયાનું નુકસાન થયું નથી'

આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આરોપીઓ પકડાઈ ગયા છે, તેમજ રિકવરીની કાર્યવાહી પણ ચાલુ છે. જેઠા ભરવાડે સ્પષ્ટતા કરી કે, આ ચોરીથી નાફેડને એક પણ રૂપિયાનું નુકસાન થયું નથી.

'ચોરી બાબતે અમારા વિભાગને કોઈ લેવાદેવા નથી'

ચોંકાવનારી વાત તો એ છે કે, એક તરફ જેઠા ભરવાડ કહે છે કે, આ ચોરીથી નાફેડને એક પણ રૂપિયાનું નુકસાન થયું નથી. તો બીજી તરફ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, 'ચોરી બાબતે અમારા વિભાગને કોઈ લેવાદેવા નથી. સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી સારી રીતે પૂર્ણ કરી છે. જ્યારે ખરીદી બાદ એજન્સી અને નાફેડની જવાબદારી રહે છે.'

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: USના એવિએશન અને લીગલ એક્સપર્ટ દુર્ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા

સિક્યોરિટી હોવા છતાં મગફળી કેમ ચોરાઈ?

મહત્ત્વનું છે કે, વેરહાઉસમાં 6-6 મહિને ફિઝીકલ વેરિફિકેશન કરવામાં આવતું  હોય છે. જોકે, મગફળીની ચોરી મામલ અનેક સવાલો ઊભી થયા છે. કેમ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન હતા. સિક્યોરિટી હોવા છતાં મગફળી કેમ ચોરાઈ?

Tags :