Gujarat

વાપી હાઈવે ઉપર જેતપુરના કાર ચાલકનું અજાણ્યા વાહનની ટક્કરે મોત

By GS TEAM
8 Oct 20251 min read
વાપી હાઈવે ઉપર જેતપુરના કાર ચાલકનું અજાણ્યા વાહનની ટક્કરે મોત

પુત્ર અને ગુરૂજી સાથે મુંબઈથી જેતપુર જતી વેળા સંજય જેઠવાને ઉલટી થતાં કાર ઉભી રાખી ઉતર્યા ને અકસ્માત થયો

વાપી, : વાપી હાઈવે પર અજાણ્યા વાહને પાછળથી કાર અને ચાલકને ટક્કર મારતા ચાલકને ગંભીર ઇજા થતા મોત થયું હતું.  પુત્ર અને ગુરૂજી સાથે મુંબઇથી રાજકોટ જતી વેળા વાપીમાં  ચાલકને ઉલટી થતા કાર ઉભી રાખ્યા બાદ ઘટના બની હતી.

રાજકોટના જેતપુર રહેતા સંકેતભાઇ હસમુખલાલ જેઠવા (ઉ.વ. 43), પુત્ર જેયુલ અને ગુરૂજી ભરતબાપુ બે દિવસ અગાઉ બોરીવલીથી રાજકોટ જવા કિયા સેલ્ટોસ કાર (નં.GJ-01-WA 9818)માં નિકળ્યા હતા. વાપી હાઈવે પર કાર ચાલક સંકેતભાઇને ઉલટી થતા કાર રોડ નજીક ઉભી કરી ઉતર્યા હતા. તે વેળા પૂરઝડપે દોડી રહેલા અજાણ્યા વાહન ચાલે પાછળથી કારને ટક્કર મારી સંકેત જેઠવાને અડફટે લેતા અકસ્માત થયો હતો. જેમાં સંકેત જેઠવાને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં લઇ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. વાપી ઉદ્યોગનગર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.