Gujarat

જેતલપુર ઓવરબ્રિજ નીચેના માર્ગ પર ભૂવો પડ્યો

By GS TEAM
2 Nov 20251 min read
જેતલપુર ઓવરબ્રિજ નીચેના માર્ગ પર ભૂવો પડ્યો

શહેરના જેતલપુર ઓવરબ્રિજ નીચે રેલવે ગરનાળા પાસે આજે ભૂવો પડતા વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા હતા. ઉપરથી બે ફૂટ જેટલી પહોળાઈ ધરાવતો આ ભુવો અંદરથી ૭ ફૂટ પહોળાઈ અને ૫ ફૂટ ઊંડાઈ ધરાવતો હતો. સામાજિક કાર્યકરે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી તાત્કાલિક બેરીકેડ મૂકવા અને વહેલી તકે સમારકામની માગ કરી હતી.