Get The App

દુધાણી ગેંગના સાગરીત જશપાલસિંગની ધરપકડ

આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
દુધાણી ગેંગના સાગરીત જશપાલસિંગની ધરપકડ 1 - image

વડોદરા : સંગઠીત ગેંગ બનાવી અસંખ્ય  મિલકત અને શરીર સંબંધી ગુના આચરનારી દુધાણી ગેંગના વધુ એક સાગરીતને પોલીસે ગઇકાલે ઝડપી પાડયો હતો. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી તપાસ અધિકારીએ ૩૦ દિવસના રિમાન્ડની માંગણી કરતા ન્યાયાધીશે આરોપીના તા.૧૬ એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અજય દુધાણીના નામે ગેંગ બનાવી આ સંગઠીત ટોળકીએ ગુનાઓ આચરી હાહાકાર મચાવતા પોલીસે સુત્રધાર અજયસિંગ દુધાણી સહિતના આઠ આરોપી સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી જશપાલસિંગ ઉર્ફે બચ્ચુસિંગ મનજીતસિંગ દુધાણીને પોલીસે ગઇકાલે ઝડપી પાડયો હતો.

આજે આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના રિમાન્ડની માંગણી કરતા રજૂઆત કરી હતી કે, જશપાલસિંગ સામે અત્યાર સુધીમાં મિલકત સંબંધી કુલ ૩૫ થી વધુ ગુનાઓ નોંધાયેલા છે, જે પૈકી ૨૨ જેટલા ગુનાઓ ગુજસીટોકની જોગવાઈ હેઠળ ધ્યાને લેવામાં આવ્યા છે.

આરોપી એક રીઢો ગુનેગાર છે અને પોલીસની કાર્યપદ્ધતિથી સંપૂર્ણ વાકેફ હોવાથી તપાસમાં સહકાર આપી રહ્યો નથી. આરોપીએ  ઘરફોડ ચોરી અને લૂંટ જેવા ગુનાઓ આચરી સમાજમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે એટલે ઉંડાણ પૂર્વક તપાસ કરવાની જરૃર છે. ન્યાયાધીશે આરોપીના તા.૧૬મી સુધાના રિમાન્ડ મંજૂર કર્યા હતા.