સ્ટેટ હાઇવે પર ઝાડ પડતાં જરોદ-વાઘોડિયા રોડ બંધ
પોલીસે ક્રેનની મદદથી ઝાડ હટાવતા ટ્રાફિક પૂર્વવત થયો
વડોદરા, તા.5 વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વાવાઝોડા સાથે વરસાદના કારણે સ્ટેટ હાઇવે પર ઝાડ પડતાં રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાની ફરજ પડી હતી.
જિલ્લાના જરોદથી વાઘોડિયા તરફ જવાના રોડ પર એક વૃક્ષ ધરાશાયી થઇ જતા ટ્રાફિકજામ સર્જાયો હતો. જરોદ-વાઘોડિયા વચ્ચે વાહન વ્યવહારને અસર થઇ હતી જેના પગલે જરોદ પોલીસ દ્વારા એક ક્રેન મંગાવવામાં આવી હતી અને તાત્કાલિક ઝાડને રોડ વચ્ચેથી દૂર કરવામાં આવ્યું હતું. બાદમાં રોડ પરનો ટ્રાફિક ચાલુ થયો હતો.
જિલ્લામાં આ ઉપરાંત અન્ય સ્ટેટ તેમજ પંચાયતના માર્ગો પર પણ ઝાડ પડી જવાની ઘટનાઓ બની હતી.