જામનગરના મિગકોલોની વિસ્તારમાં આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિરનું સ્થળાંતર કરી જુના મંદિરનો હિસ્સો દૂર કરાયો
Jamnagar : જામનગરમાં ગવર્મેન્ટ કોલોનીની પાછળ મિગકોલોની પાસેના વિસ્તારના જંગલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાંથી મહાનગરપાલિકા દ્વારા આરટીઓની જૂની કચેરીથી મિગ કોલોની સુધીના માર્ગે નવો રોડ બનાવવામાં આવી રહ્યો હોવાથી તે મંદિરનું સ્થળાંતર કરાયું છે.
મંદિરના ટ્રસ્ટીઓ વગેરેએ રોડની સાઈડમાં બાજુની જગ્યામાં જ નવું મંદિર તૈયાર કરી લીધું છે, અને તે સ્થળે શિવલિંગ તથા અન્ય મૂર્તિ વગેરેની પ્રાણ પ્રતિષ્ઠા કરી લેવાઇ હતી.
ત્યારબાદ શ્રાવણ માસના પ્રથમ દિવસે જ નવા મંદિરમાં સેવા પૂજા ચાલુ કરી દીધી છે, જ્યારે જુના મંદિરવાળો હિસ્સો કે ત્યાં ડિમોલેશન કાર્ય હાથ ધરી લેવામાં આવ્યું હતું, અને જૂના મંદિરના બાંધકામવાળા હિસ્સાને દૂર કરીને રસ્તો કાઢવા માટેની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે.