Get The App

જામનગરના હાપા જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કડકડતી ઠંડીમાં નિરાધાર માટે રેન બસેરા 'જલારામ નો આશરો' તૈયાર કરાયો

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના હાપા જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કડકડતી ઠંડીમાં નિરાધાર માટે રેન બસેરા 'જલારામ નો આશરો' તૈયાર કરાયો 1 - image

Jamnagar : જામનગરમાં શ્રી જલારામ સેવા ટ્રસ્ટ હાપા, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ, તેમજ જલારામ મંદિર હાપા દ્વારા કડકડતી ઠંડીમાં રેન બસેરા 'જલારામ નો આશરો' તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં કડકટથી ઠંડીમાં નીરાસરી તો માટે આપવામાં જલારામ નો આશરો તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં રહેવા માટે અને સુવા માટેના બેડ, ઉપરાંત હીટર વડે ગરમ પાણી, ચા નાસ્તો સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

 જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં કોઈ નાગરિકોને આવા નિરાધાર અથવા નિરાશ્રીતો નજરે પડે તો, તેઓને તુરતજ હાપા જલારામ મંદિરે પહોંચાડવા અથવા તો તેઓને અહીં પહોંચવા માટે સહયોગ આપવા અનુરોધ કરાયો છે.