Gujarat

જામનગરની જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની તંત્રના આગેવાનો દ્વારા સમીક્ષા

By GS TEAM
10 Jun 20261 min read
TukuTouch Logo
જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ સહિતના પદાધિકારીઓએ સ્થળ પર પહોંચી જાત નિરીક્ષણ કર્યું

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરની જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની તંત્રના આગેવાનો દ્વારા સમીક્ષા

Jamnagar G G Hospital : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ચાલી રહેલા નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની આજે શહેરના પદાધિકારીઓ અને તંત્રના આગેવાનો દ્વારા મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન સ્થળ પર ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી આગામી તબક્કાના કામ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, તથા દંડક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ.વિજય પોપટ અને તબીબોની ટીમ દ્વારા નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની પ્રગતિ, ઉપલબ્ધ સુવિધાઓ તેમજ આગામી આયોજન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આગેવાનોએ સ્થળ પર ચાલી રહેલા વિવિધ વિભાગોના કામનું નિરીક્ષણ કરી ગુણવત્તા અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અંગે જરૂરી સૂચનો પણ આપ્યા હતા.

નવા બિલ્ડિંગનું નિર્માણ પૂર્ણ થયા બાદ જામનગર સહિત સમગ્ર હાલાર પંથકના દર્દીઓને વધુ આધુનિક અને સુવિધાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સાથે જ હોસ્પિટલના વિસ્તરણથી દર્દીઓની વધતી જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્વપૂર્ણ સહાય મળશે તેવું પણ જણાવાયું હતું. સ્થળ નિરીક્ષણ અને સમીક્ષા બેઠક દરમિયાન હોસ્પિટલ તંત્ર અને લોકપ્રતિનિધિઓ વચ્ચે આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.