Get The App

જામનગરના યુવાનને જૂની અદાવતના કેસમાં સમાધાન કરી લેવા માટે 50,000 રૂપિયા માંગી ધાકધમકી અપાઇ : બે સામે ફરિયાદ

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના યુવાનને જૂની અદાવતના કેસમાં સમાધાન કરી લેવા માટે 50,000 રૂપિયા માંગી ધાકધમકી અપાઇ : બે સામે ફરિયાદ 1 - image

Jamnagar : જામનગરમાં ભીમવાસ શેરી નંબર એકમાં રહેતા અનિલ પ્રભુભાઈ વાઘેલા નામના 30 વર્ષના યુવાને પોતાને જૂની અદાવતમાં સમાધાન માટે બોલાવ્યા પછી 50,000 રૂપિયાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે મનીષ ગોહિલ અને નાનજીભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી યુવાન અને અનિલ વાઘેલા તથા આરોપીઓની બંને વચ્ચે અગાઉ તકરાર થઈ હતી. જેનું મન દુઃખ રાખીને બંને આરોપીઓએ ફરિયાદી યુવાનને સમાધાન માટે બોલાવ્યો હતો, અને જો સમાધાન કરવું હોય તો પૈસા આપવા પડશે તેવી માંગણી કરી હતી. જેનો ફરિયાદી યુવાને ઇન્કાર કરતા તેના પર હુમલો કરી દેવાતાં પોલીસ ફરિયાદમાં જણાવાયું છે, જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.