Gujarat

જામનગરના કિસાન ચોક વિસ્તારમાં રહેતા યુવાન પર મકાનના પૈસાની લેતી દેતીના મામલે પાડોશી દંપતીનો હુમલો

By GS TEAM
6 Dec 20251 min read
TukuTouch Logo
જામનગરમાં કિસાન ચોક હિરાસરવાસ વિસ્તારમાં રહેતા રાજાભાઈ વેરશીભાઈ વાઘેલા નામના 42 વર્ષના યુવાનો પર તેના પાડોશમાં જ રહેતા ખીમાભાઈ કાનજીભાઈ પરમાર અને મુરીબેન ખીમાભાઈ પરમાર વગેરે માથામાં ડોલ ફટકારી લોહી લુહાણ કરી નાખતાં તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે, અને માથામાં 12 ટાંકા લેવા પડ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના કિસાન ચોક વિસ્તારમાં રહેતા યુવાન પર મકાનના પૈસાની લેતી દેતીના મામલે પાડોશી દંપતીનો હુમલો

જામનગરમાં કિસાન ચોક હિરાસરવાસ વિસ્તારમાં રહેતા રાજાભાઈ વેરશીભાઈ વાઘેલા નામના 42 વર્ષના યુવાનો પર તેના પાડોશમાં જ રહેતા ખીમાભાઈ કાનજીભાઈ પરમાર અને મુરીબેન ખીમાભાઈ પરમાર વગેરે માથામાં ડોલ ફટકારી લોહી લુહાણ કરી નાખતાં તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે, અને માથામાં 12 ટાંકા લેવા પડ્યા છે. મકાનના વેચાણના પૈસાની લેતી દેતીના મામલે આ ડખો થયો હતો, અને પાડોશી દંપતિએ હુમલો કરી દીધો હતો.

જે હુમલા અંગે ઇજાગ્રસ્તની પુત્રી સંજનાબેન વાઘેલાએ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પાડોશી દંપત્તિ સામે ફરિયાદ નોંધાવી છે.