Ahmedabad Plane Crash: અમદાવાદમાં મેઘાણીનગર આઈજીપી કંપાઉન્ડમાં આવેલા બી.જે. મેડીકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં સ્થળ પરથી તપાસ દરમિયાન કુલ 268 મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતકોમાં પ્લેનના 241 પેસેન્જર્સ અને ક્રુ મેમ્બર્સ તેમજ ચાર વિદ્યાર્થીઓ અને મેસમાં કામ કરતા ત્રણ લોકોનો સ્ટાફ તેમજ અન્ય બાળકનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં જામનગરના નેહલબેન અને તેમના પતિ શૈલેષભાઈ પરમારનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત જામનગરના ડો.હિમાંશુ પેશાવરિયાના માતા વસંતબેન પેશાવરિયાનું પણ મૃત્યુ થયાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: IMAએ ટાટા સન્સને લખ્યો પત્ર, BJ મેડિકલ કોલેજના ઘાયલ-મૃતકો માટે પણ સહાયની માગ
મળતી માહિતી અનુસાર, જામનગરના ડો.હિમાંશુ પેશાવરિયાના માતા વસંતબેન પેશાવરિયાનું પણ અમદાવાદ વિમાન દુર્ઘટનમાં મૃત્યુ નીપજ્યું છે. વસંતબેન પેશાવરિયાને ચાર સંતાનો છે, જેમાં બે પુત્ર અને બે પુત્રીનો સમાવેશ થાય છે. બે પુત્રમાંથી એક ડો.હિમાંશુ પેશાવરિયા જામનગરમાં રહે છે, જ્યારે તેમના ભાઈ વડોદરામાં રહે છે. આ ઉપરાંત વસંતબેનના પુત્રી દીપાબેન છત્રાલા લંડનમાં રહે છે. તે છેલ્લા ઘણાં સમયથી પુત્રીને મળવાની ઈચ્છા હતી, આખરે 12મી જૂને લંડન જવા માટે નક્કી થયું હતું.
વસંતબેન પેશાવરિયાનું વડોદરામાં તેમના પુત્રના ઘરે હતા અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમણે લંડન જવા માટેની એર ઈન્ડિયાના વિમાન બેઠા હતા. પરંતુ થોડી ક્ષણોમાં જ આ વિમાન ક્રેશ થયું હતું. જેમાં વસંતબેનનું પણ મૃત્યુ નીપજ્યું છે. આ બનાવવાની જાણ થતા જ વસંતબેનના પરિવારજનો અમદાવાદ દોડી આવ્યા છે


