Gujarat

જામનગરમાં ભક્તિમય માહોલમાં નવા વર્ષનું સ્વાગત: 'ન્યૂ યર કીર્તન નાઈટ'માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

By GS TEAM
1 Jan 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને છોડીને જામનગરના સનાતનીઓએ ગઈકાલે શુક્રવારે રાત્રે એક અનોખી રીતે નવા વર્ષને આવકાર્યું હતું. શહેરમાં પ્રથમ વખત 'ન્યૂ યર કીર્તન નાઈટ'નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજન, ધૂન અને હનુમાન ચાલીસાના નાદ સાથે આધ્યાત્મિક વાતાવરણમાં 2026ના વર્ષનું મંગલ પ્રારંભ કરવામાં આવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ભક્તિમય માહોલમાં નવા વર્ષનું સ્વાગત: 'ન્યૂ યર કીર્તન નાઈટ'માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

Jamnagar’s ‘New Year Kirtan Night’ : પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને છોડીને જામનગરના સનાતનીઓએ ગઈકાલે શુક્રવારે રાત્રે એક અનોખી રીતે નવા વર્ષને આવકાર્યું હતું. શહેરમાં પ્રથમ વખત 'ન્યૂ યર કીર્તન નાઈટ'નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજન, ધૂન અને હનુમાન ચાલીસાના નાદ સાથે આધ્યાત્મિક વાતાવરણમાં 2026ના વર્ષનું મંગલ પ્રારંભ કરવામાં આવ્યું હતું.

ભાનુ પાર્ટી પ્લોટ ભક્તિના રંગે રંગાયો

શહેરના ભાનુ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 700થી વધુ સનાતની ભાઈ-બહેનો ઉમટી પડ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં તમામ ભક્તો માટે પ્રવેશ તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય યુવા પેઢીને ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડવાનો હતો. જામનગરના અંજુ ગિરી અને હિરેન પરમાર દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સુંદરકાંડ અને હનુમાન ચાલીસાની રમઝટ

કાર્યક્રમની વિશેષતા એ હતી કે તેમાં માત્ર ભજનો જ નહીં, પણ સામૂહિક પાઠનું પણ આયોજન હતું. પ્રસિદ્ધ બાલ હનુમાન મંદિરની રામધૂન ભજન ટીમ દ્વારા સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. મયુર ગોસાઈ નામના કલાકારે હનુમાનજીનો વેશ ધારણ કરી વિશાળ કદની કૃતિ રજૂ કરી હતી. હનુમાન ચાલીસાના ગાન વખતે હનુમાનજીની આ જીવંત પ્રતિકૃતિ સાથે સૌ શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા.

ઇસ્કોન ટીમની ઉપસ્થિતિ અને કૃષ્ણ ભક્તિ

આ ધાર્મિક મહોત્સવમાં જામનગર ઇસ્કોન (ISKCON)ની ટીમ પણ ખાસ જોડાઈ હતી. ભગવાન શ્રીકૃષ્ણના મધુર ભજનો અને હરે કૃષ્ણ મહામંત્રના સંકીર્તનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉપસ્થિત જનમેદનીએ મોડી રાત સુધી ભક્તિના તાલે નાચીને નવા વર્ષને હર્ષોલ્લાસ સાથે વધાવ્યું હતું. આજની પેઢી જ્યારે પાર્ટીઓમાં વ્યસ્ત હોય છે, ત્યારે જામનગરના સનાતનીઓએ ભજન અને કીર્તન દ્વારા સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.