Gujarat

જામનગર નજીક રણજીત સાગર રોડ પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક દંપત્તિ અને તેના પુત્ર સહિત ત્રણ વ્યક્તિ ઘાયલ

By GS TEAM
22 Mar 20261 min read
TukuTouch Logo
જામનગરમાં રઘુવીર પાર્ક શેરી નંબર 8માં રહેતા રોનકભાઈ કિશોરભાઈ સોજીત્રા (ઉ.વ. 35) કે જેઓ ગઈકાલે પોતાના પત્ની રિદ્ધિબેન (30) તેમજ તેના પુત્ર પરાગ ને બાઈક પર બેસાડીને રણજીતસાગર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન રસ્તામાં જીજે 37 વી 0469 નંબરની એક કારના ચાલકે અચાનક આવીને બાઇકને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક રણજીત સાગર રોડ પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક દંપત્તિ અને તેના પુત્ર સહિત ત્રણ વ્યક્તિ ઘાયલ

જે અકસ્માતમાં પતિ પત્ની અને પુત્ર સહિત ત્રણેયને નાની મોટી ઈજા થઈ છે, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ અકસ્માતના બનાવ અંગે રિદ્ધિબેન રોનકભાઈ સોજીત્રાએ બોલેરો કારનાચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.