Get The App

જામનગર એસ.ટી વિભાગના ધ્રોલ ડેપો 7 નવી એસટી બસની ફાળવણી : ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાઈ

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર એસ.ટી વિભાગના ધ્રોલ ડેપો 7 નવી એસટી બસની ફાળવણી : ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાઈ 1 - image


Jamnagar GSTRC : આજે જામનગર એસ.ટી વિભાગના ધ્રોલ ડેપોમાં 7 નવી એસ.ટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.   

જામનગર એસ.ટી વિભાગના ધ્રોલ ડેપો 7 નવી એસટી બસની ફાળવણી : ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાઈ 2 - image

ઉપરાંત એસ.ટી વિભાગના ડી.ટી.ઓ. જે.વી.ઈશરાણી, ડેપો મેનેજર આર.એ.શેખ, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ હિરેન કોટેચા ,ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ વિનુભાઈ વાઘેલા, તેમજ ધ્રોલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બ્રિજરાજસિંહ જાડેજા, ધ્રોલ તાલુકાના પૂર્વ પ્રમુખ નવલભાઈ, ધ્રોલ નગરપાલિકાના કોર્પોરેટર સંજયસિંહ જાડેજા, ધ્રોલ શહેરના મહામંત્રી ઋતુ ગડારા તેમજ ધ્રોલ શહેર ભાજપના ઉપ પ્રમુખ સી.એમ.વરુ દ્વારા લીલી ઝંડી આપી નવા વાહનો પ્રસ્થાન કરાવાયા હતાં. આ તમામ નવી બસને જામનગર, ભાવનગર, ધ્રોલ દાહોદ તેમજ ધ્રોલ ધાનપુર (ગોધરા ) રૂટમાં ચલાવવામાં આવશે.

Tags :