જામનગરના એસ.પી. અને ડીવાયએસપીએ સ્કૂલની વિદ્યાર્થીની પાસે રાખડી બંધાવીને રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું
Jamnagar Police : જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલૂ તથા શહેર જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ તમામ ભારતીય તહેવારોમાં ઓતપ્રોત થઈને નાગરિકોની સાથે તેમજ પોતાના પોલીસ સ્ટાફ તેમજ તેઓના પરિવારોની સાથે જ તહેવારની ઉજવણી કરતા આવે છે. જેનું વધુ એક ઉદાહરણ રક્ષા બંધનના પર્વે પણ જોવા મળ્યું છે.
જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલૂ તેમજ પોલીસ હેડ કવાર્ટરના ડી.વાય.એસ.પી. વી.કે.પંડયાને ગઈકાલે જામનગરની એક ખાનગી શાળા જ્ઞાનગંગા સ્કૂલની વિદ્યાર્થીનીઓએ એસ.પી. કચેરીએ આવીને રાખડી બાંધી હતી, અને રક્ષાબંધનનું પર્વ મનાવ્યું હતું. જયારે એસ.પી. પ્રેમસુખ ડેલુ તેમજ ડી.વાય.એસ.પી. વી.કે.પંડ્યા તથા અન્ય પોલીસ અધિકારી વગેરેએ તમામ વિદ્યાર્થીઓને પાસે રાખડી બંધાવવા ઉપરાંત તેઓને ચોકલેટ વગેરેનું વિતરણ કરીને વિદ્યાર્થીનીઓ ઉપરાંત શહેર જિલ્લાની તમામ જનતાને સુરક્ષા આપવાની ખાતરી આપી હતી. સ્કૂલની નાની બાળાઓ પણ ઉત્સાહભેર પોલીસ અધિકારીઓને રાખડી બાંધીને પ્રફુલ્લિત થઈ હતી.