જામનગરના ચેક રિટર્ન કેસમાં સજા પામેલા ફરારી આરોપીને એસ.ઓ.જી શાખાએ પકડી પાડ્યો
Jamnagar Police : જામનગર શહેર અને જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની ઝુંબેશ ચાલી રહી છે, અને જામનગરની એસઓજી શાખાની ટીમ દ્વારા પણ આવા ફરાર આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી ચલાવાઈ રહી છે.
દરમિયાન જામનગરના રણજીત સાગર રોડ પર સેટેલાઈટ પાર્કમાં રહેતા અશોક રતિલાલ પ્રાગડા સામે જામનગરની અદાલતમાં ચેક રીટર્ન અંગેનો કેસ દાખલ કરાયો હતો, અને તે કેસમાં પોતે ફરાર થઈ ગયો હતો. જે આરોપીને એસ.ઓ.જી શાખાની ટુકડીએ શોધી કાઢ્યો હતો, અને જામનગરની અદાલત સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યો છે.