Gujarat

જામનગરઃ સિક્કામાં સગર્ભા આંગણવાડી બહેનના મોત બાદ રોષ: સુપરવાઈઝર સસ્પેન્ડ, તપાસના આદેશ

By GS TEAM
10 Dec 20252 mins read
TukuTouch Logo
જામનગર નજીક આવેલા સિક્કામાં એક સગર્ભા આંગણવાડી બહેનના અકાળે અવસાન બાદ વિવાદ વકર્યો હતો. આંગણવાડી બહેનો દ્વારા સુપરવાઈઝર પર ત્રાસના ગંભીર આક્ષેપો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવતા આખરે તંત્ર હરકતમાં આવ્યું છે અને જવાબદાર સુપરવાઈઝરને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરઃ સિક્કામાં સગર્ભા આંગણવાડી બહેનના મોત બાદ રોષ: સુપરવાઈઝર સસ્પેન્ડ, તપાસના આદેશ

Jamanagar Anganwadi Worker News: જામનગર નજીક આવેલા સિક્કામાં એક સગર્ભા આંગણવાડી બહેનના અકાળે અવસાન બાદ વિવાદ વકર્યો હતો. આંગણવાડી બહેનો દ્વારા સુપરવાઈઝર પર ત્રાસના ગંભીર આક્ષેપો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવતા આખરે તંત્ર હરકતમાં આવ્યું છે અને જવાબદાર સુપરવાઈઝરને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે.

શું હતી સમગ્ર ઘટના? 

પ્રાપ્ત વિગતો અનુસાર સિક્કામાં આંગણવાડી 178માં ફરજ બજાવતા લીલાબેન નાથાભાઈ પરમાર ગર્ભવતી હતા. તાજેતરમાં તેઓ આંગણવાડીની પત્રક મિટિંગમાં ગયા હતા, જ્યાં અચાનક તેમની તબિયત લથડી હતી. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં સાથી આંગણવાડી બહેનોમાં શોક સાથે રોષની લાગણી ફેલાઈ હતી.

સુપરવાઈઝર પર ગંભીર આક્ષેપો અને વિરોધ 

આંગણવાડી બહેનોએ આક્ષેપ કર્યો હતો કે સુપરવાઈઝર ભાનુબેન જાદવ દ્વારા કર્મચારીઓને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. લીલાબેન ગર્ભવતી હોવા છતાં તેમને રજા આપવામાં આવતી ન હતી, જેના કારણે આ દુઃખદ ઘટના બની હોવાનો દાવો કરાયો હતો. આ મુદ્દે રોષે ભરાયેલી આંગણવાડી બહેનોએ તાલુકા અને જિલ્લા પંચાયત ICDS કચેરી ખાતે પહોંચીને જોરદાર સૂત્રોચ્ચાર સાથે ધરણા કર્યા હતા. કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સુપરવાઈઝરના ત્રાસમાંથી મુક્તિ નહીં મળે તો તેઓ ઉપવાસ આંદોલન પર ઉતરશે અને સામૂહિક રાજીનામાં આપશે.

સમિતિની રચના આંગણવાડી બહેનોના ઉગ્ર વિરોધ અને રજૂઆતને પગલે પ્રોગ્રામ ઓફિસર દ્વારા તાત્કાલિક અસરથી સુપરવાઈઝર ભાનુબેન જાદવને ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, સુપરવાઈઝર સામે થયેલા આક્ષેપો અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ સમિતિ આગામી દિવસોમાં તપાસ કરી પોતાનો રિપોર્ટ સોંપશે.