Gujarat
જામનગરના શેખપાટ ગામમાં મકાનમાં ગઈ રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ : ફાયરે આગ કાબુમાં લીધી
By GS TEAM
22 Jun 20261 min read
જામનગર રાજકોટ ધોરી માર્ગ પર શેખપાટ ગામના પાટીયા પાસે આવેલા રાજેશ લવજીભાઈ નકુમના રહેણાક મકાનના ગઈકાલે રાત્રિના બે વાગ્યાના અરસામાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને ગાદલા ગોદડાં શેટ્ટી, ટેબલ વગેરે સળગવા લાગ્યા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Fire : જામનગર રાજકોટ ધોરી માર્ગ પર શેખપાટ ગામના પાટીયા પાસે આવેલા રાજેશ લવજીભાઈ નકુમના રહેણાક મકાનના ગઈકાલે રાત્રિના બે વાગ્યાના અરસામાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને ગાદલા ગોદડાં શેટ્ટી, ટેબલ વગેરે સળગવા લાગ્યા હતા.
આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને કાબુમાં લઈ લીધી હતી, જેથી વધુ નુકસાની થતી અટકી હતી. સમગ્ર બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.