જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્રકુમાર દેવધાને ઉત્કૃષ્ટ સેવા બદલ મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રક એનાયત થયો
ગુજરાત પોલીસના 118 અધિકારીઓ અને કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ સેવા અને સમર્પણ માટે રાજ્ય સરકારે સન્માનિત કર્યા છે. આ શાનદાર સમારોહ તા.02 ઓગસ્ટ, 2025ના રોજ ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે યોજાયો હતો.
જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હાજર રહ્યા હતા. જેમાં જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્રકુમાર દેવધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે ચંદ્રક એનાયત કરાયો હતો. જેથી જામનગર જીલ્લાના પોલીસબેડામાં હર્ષની લાગણી છવાઇ છે.