Get The App

જામનગર પોલીસ કર્મચારીની પ્રમાણિકતા : ચાંદીના સિક્કા અને રોકડ સાથેનું પાકીટ તેના મૂળ માલિકને શોધીને પરત સોપ્યું

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર પોલીસ કર્મચારીની પ્રમાણિકતા : ચાંદીના સિક્કા અને રોકડ સાથેનું પાકીટ તેના મૂળ માલિકને શોધીને પરત સોપ્યું 1 - image


Jamnagar Police : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આવેલી પોલીસ ચોકીના ફરજ પરના પોલીસ કર્મચારીએ પ્રમાણિકતા દાખવી છે, અને હોસ્પિટલ પરિસર માંથી મળી આવેલા રોકડ રકમ અને ચાંદીના સિક્કા સહિતની કીમતી ચીજ વસ્તુઓ સાથેના પાકીટને તેના મૂળ માલિકને શોધીને પરત આપ્યું હતું, અને પ્રમાણિત પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિરપાલસિંહ જાડેજા કે જેઓને એક પાકીટ મળ્યું હતું, જેમાં કેટલીક રોકડ રકમ હતી, ઉપરાંત ચાંદીના સિક્કા, તથા અન્ય જરૂરી અગત્યના ડોક્યુમેન્ટ વગેરે હતા. જેમાં આધારકાર્ડ, પાનકાર્ડ, દ્રાઇવિંગ લાઇસન્સ, બેંકના કાર્ડ વગેરે ચીજ વસ્તુઓ હતી.

 જે પાકીટ જેમનું ખોવાયું હતું, તેના મૂળ માલિક સાધના કોલોનીમાં રહેતા સુનિલભાઈ શ્રીચંદભાઈ રામચંદાણી કે જેઓને પોલીસે શોધી કાઢ્યા હતા, અને જી.જી. હોસ્પિટલની પોલીસ ચોકીમાં બોલાવ્યા હતા. તેઓને એ.એસ.આઈ.  પ્રિન્સાબેન ગુઢકાની હાજરીમાં મૂળ માલિકને સુપ્રત કર્યું હતું, અને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જે નાગરિકે પોલીસ કર્મચારીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Tags :