Get The App

જામનગરના પોલીસની ટીમ દ્વારા હનુમાન ગેઇટ પોલીસ ચોકી પાસે સધન વાહન ચેકિંગ : અનેક દંડાયા

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના પોલીસની ટીમ દ્વારા હનુમાન ગેઇટ પોલીસ ચોકી પાસે સધન વાહન ચેકિંગ : અનેક દંડાયા 1 - image

Jamnagar Police : જામનગર શહેરમાં પોલીસ વિભાગ દ્વારા સમયાંતરે નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે વાહન ચેકિંગની પણ ઝુંબેશ અવીરત ચાલુ રાખવામાં આવી છે, જેના ભાગરૂપે ગઈકાલે રાત્રે સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા હનુમાન ગેઇટ પોલીસ ચોકી પાસે સધન વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 પોલીસ ટીમ દ્વારા પ્રત્યેક વાહનચાલકોને અટકાવીને વાહનોના કાગળો, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે ચેક કરવામાં આવ્યા હતા, સાથે સાથે ફોરવીલમાં ડાર્ક ફિલ્મ તેમજ મોટરસાયકલમાં મોડીફાઇડ સાઇલેન્સર તથા ડ્રીંક એન્ડ દ્રાઈવ સબંધે સધન ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા અનેક વાહનચાલકો દંડાયા હતા.