Get The App

જામનગરના પંચકોશી એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે એક મનરોગી બાળકીને તેના પરિવાર સાથે પૂન: મિલન કરાવી આપ્યું

Updated: Jun 10th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના પંચકોશી એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે એક મનરોગી બાળકીને તેના પરિવાર સાથે પૂન: મિલન કરાવી આપ્યું 1 - image

Jamnagar Police : જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતી એક મનો દિવ્યાંગ બાળકી તેના પરિવારથી વિખુટી પડી ગઈ હતી, અને પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી મળી આવી હતી. જે બાળકી માનસિક અસ્થિર અને પોતાના પરિવાર, રહેઠાણ વગેરે વિષે કશું જણાવી શકતી ન હતી, પરંતુ પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે મોડી રાત સુધી રઝળપાટ કરીને આખરે તેણીના પરિવારજનોને શોધી કાઢ્યા હતા, અને બાળકીનું પરિવાર સાથે પૂન:મિલન કરાવી દેતાં પરિવારજનો ખુશખુશાલ જોવા મળ્યા હતા, અને પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.

જામનગરના પંચકોશી એ.ડિવિઝન પો.સ્ટે વિસ્તારના ધુંવાવ ગામ પાસે એક 14 વર્ષની બાળકી મેઇન રોડ પર ચાલીને નજરે આવતાં ધુંવાવ ગામના એક મુસ્લીમ આગેવાન દ્વારા પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરી હતી. પંચકોશી એ. ડિવિઝનના પી.આઇ. એન.એમ.શેખ તેમજ પીએસઆઇ એ.આર.પરમાર તેમજ વુમન પો.હેડ કોન્સ્ટેબલ આર.આર.ગોજીયા વગેરેએ ધુંવાવ ખાતે ગયા હતા, ત્યાં બાળકીને તેનું નામ-ઠામ તેમજ રહેઠાણ બાબતે પુછતાં તે યોગ્ય જવાબ ન આપી શકતાં તેમજ તેના કપડા લતા તેમજ તેની માનસીક-શારિરિક પરિસ્થતી જોતા તે માનસીક રિતે અસ્થીર હોવાનું જાણવા મળ્યું હતું.

આથી પંચકોશી એ.ડિવિઝન પોલીસ સ્ટેશનની ટિમ દ્વારા તેણીના વાલી વારસની શોધખોળ કરવામાં આવી હતી. આમ લગભગ રાત્રીના એક વાગ્યા આસપાસ આ બાળકીના માતાનો સંપર્ક થતાં તેમણે કહેલું કે તેઓની બાળકી માનસીક અસ્થીર છે, અને કયાંક ચાલી ગયેલી છે. ત્યારબાદ આ બાળકીનો ફોટો તેમને બતાવતાં તેમણે કહેલું કે આ તેમની બાળકી હોય અને તેમની માતા શંકર ટેકરી ખાતે રહેતા હોવાથી પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આ બાળકીને તેની માતા પાસે લઇ જવામાં આવી હતી, ત્યારે બાળકી પણ તેની માતાને ઓળખી ગઇ હતી, તેમજ માતા પણ પોતાની બાળકીને સહી સલામત પોતાને મળી ગયાની ખુશી વ્યકત કરી હતી. આમ પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટિમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામા આવી હતી, જેથી પરિવારજનોએ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.