જામનગર પોલીસ મથકની ટીમ દ્વારા 'તેરા તુજકો અર્પણ પ્રોગ્રામ' અંતર્ગત 17 વ્યક્તિઓના ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી આપ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર જિલ્લાનું પોલીસ તંત્રએ પ્રજાનું મિત્ર છે, તે પંક્તિને હર હંમેશા સાબિત કરતું આવ્યું છે, અને જામનગરના પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે પોતાના જ વિસ્તારમાંથી ગુમ થયેલા 17 જેટલા વ્યક્તિઓના મોબાઈલ ફોન શોધીને 'તેરા તુજકો અર્પણ' પ્રોગ્રામ અંતર્ગત મૂળ માલિકને પરત કર્યા છે. જે તમામે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે.
જામનગરના પંચકોસી બી. ડિવિઝન પોલીસ મથકમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન જુદી જુદી વ્યક્તિઓ દ્વારા પોતાના મોબાઈલ ફોન પડી ગયા અથવા તો ગુમ થઈ ગયા હોવાની જાણ કરી હતી, અને પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. જે તમામ અરજદારોના મોબાઈલ ફોન શોધવા માટે પોલીસ તંત્ર દ્વારા 'કેર પોર્ટલ' ની મદદ લેવામાં આવી હતી. જેના આધારે તમામ 17 મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા, અને તે આસામીને જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં બોલાવીને 'તેરા તુજકો અર્પણ' પ્રોગ્રામ અંતર્ગત તમામને મોબાઇલ ફોન પરત સોંપી દેવામાં આવ્યા હતા. જેથી તમામ અરજદારોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.









