Gujarat

લાલપુરના મુરીલા ગામમાં પોલીસનો જુગાર અંગે દરોડો : ત્રણ પકડાયા, અન્ય બે ફરાર

By GS TEAM
25 Dec 20251 min read
TukuTouch Logo
લાલપુરના મુરીલા ગામમાં ગઈકાલે લાલપુર પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને ગંજી પાના વડે જુગાર રમી રહેલા 3 શખ્સોની અટકાયત કરી છે, જયારે અન્ય બે શખ્સો ભાગી છુટ્યા હોવાથી તેઓને ફરાર જાહેર કર્યા છે

Summarized by AI; it may make mistakes. Check important info

લાલપુરના મુરીલા ગામમાં પોલીસનો જુગાર અંગે દરોડો : ત્રણ પકડાયા, અન્ય બે ફરાર

Jamnagar Gambling : લાલપુરના મુરીલા ગામમાં ગઈકાલે લાલપુર પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને ગંજી પાના વડે જુગાર રમી રહેલા 3 શખ્સોની અટકાયત કરી છે, જયારે અન્ય બે શખ્સો ભાગી છુટ્યા હોવાથી તેઓને ફરાર જાહેર કર્યા છે.

લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે ગઈકાલે લાલપુર તાલુકાના મુરીલા ગામમાં સાંજના સમયે જુગાર અંગે દરોડો પાડ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા હમીરભાઈ જેતાભાઈ કરંગીયા, લખમણભાઇ પુંજાભાઈ વરુ અને અમરસંગ લાલુભા જાડેજાની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા 2,690ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે. પોલીસે પાડેલા આ દરોડા સમયે નાંદુરી ગામના એભાભાઈ મેપાભાઇ કરંગીયા અને દેવાભાઈ નાથાભાઈ ઝાપડા પોલીસને જોઈને ભાગી છૂટ્યા હોવાથી બંનેને ફરાર જાહેર કરાયા છે. તેઓને લાલપુર પોલીસ શોધી રહી છે.