Jamnagar Police : જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોએ પોતાના મોબાઈલ ફોન ગુમ થયા અંગેની પોલીસમાં જાણ કરી હતી, આવા 14 મોબાઈલ ફોન પોલીસે શોધી કાઢ્યા છે, અને પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં 'તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજીને તેઓના મોબાઇલ ફોન પર આપ્યા છે. જે તમામ નાગરિકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે.
જામનગરના પંચકોશી બી. ડીવીઝન પોલિસ સ્ટેશનના પોલિસ ઇન્પેક્ટર અને અને તેઓની ટીમ દ્વારા “તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત પંચકોશી બી ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં વસવાટ કરતા કુલ 14 અરજદારોના અલગ અલગ સમયે ગુમ થયલા મોબાઇલ ફોન શોધી કાઢવા સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ હતા. જે દરમ્યાન પો.કોન્સ દ્વારા ટેકનીકલ શોર્સીસ તથા કેર પોર્ટલ એપ્લીકેશનના આધારે કુલ 14 મોબાઇલ શોધી કાઢયા હતા.
જે પૈકી 03 મોબાઇલ બિહાર રાજ્ય તથા 01 મોબાઇલ ગાંધીધામ-કચ્છ તેમજ અન્ય મોબાઇલ જામનગર જીલ્લાના અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પરત મેળવી કુલ-14 મોબાઇલ શોધી કાઢી ખોવાયેલા મોબાઇલ ફોનના મુળ માલીકોને જાણ કરી તેઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી લેવાયા હતા. જ્યાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ 14 મોબાઇલ ફોન જેની કિ.રૂ.2,59,821 થાય છે, જેના મુળ માલીક-અરજદારોને પરત આપવામાં આવ્યા છે.


