Get The App

જામનગર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રખાઇ : ગઈકાલે વધુ 288 કેસ કરાયા

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રખાઇ : ગઈકાલે વધુ 288 કેસ કરાયા 1 - image


Jamnagar Traffic Drive : જામનગર જીલ્લામા સમગ્ર પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણ જાળવવાના ભાગરૂપે સમયાંતરે ’’સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ’’ નું આયોજન કરાય છે, જેના ભાગરૂપે ગઈકાલે સમગ્ર જામનગર જિલ્લામાં મેગા ડ્રાઈવ યોજાઈ હતી, અને ટ્રાફિક નિયમન ભંગ અંગેના કુલ 288 કેસ કરવામાં આવ્યા હતા.

રાજકોટ રેન્જના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ તથા જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ગઈકાલે ફરી સમગ્ર જામનગર જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી.

જે દરમ્યાન જી.પી.એકટ 135(1), એમ.વી.એકટ-185, કારમા બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગર તથા ફ્રેન્સી નંબર પ્લેટવાળા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. 

જે ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન જી.પી.એકટ 135(1)  હેઠળ 09 કેસ, એમ.વી.એકટ 185 ના હેઠળ 04 કેસ, વાહનમાં બ્લેક ફિલ્મના 79 કેસ, નંબર પ્લેટ વગરના વાહનના 155 કેસ, ફ્રેન્સી નંબર પ્લેટવાળા વાહનના 50 કેસ, સહિત કુલ 288 કેસ કરાયા હતા.

આ કામગીરી લાલપુરના મદદનીશ પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક, શહેર વિભાગ અને ગ્રામ્ય વિભાગના સુપરવિઝન હેઠળ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા જામનગર શહેરના ત્રણે પોલીસ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર, જામનગર પંચકોશી એ ડીવી પો.સ્ટે, જામનગર પંચકોશી બી ડીવી પો.સ્ટે, બેડી મરીન પો.સ્ટે તથા એલ.સી.બી. પો.સબ ઇન્સ તથા એલ.સી.બી સ્ટાફ તથા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.

Tags :