જામનગરમાં નોંધાયેલા ક્રિકેટના સટ્ટાના એક ગુનામાં છેલ્લા એક વર્ષ થી નાસ્તા ફરતા આરોપીને જામનગર પોલીસ ટીમે ઝડપી પાડ્યો છે.
જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજથી એક વર્ષ પહેલાં ક્રિકેટના સટ્ટાનો ગુનો નોંધાયો હતો.જે ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસતા-ફરતા આરોપી રાજકોટના વતની વિરભદ્રસિંહ ઉર્ફે વિરુભા દિલાવરસિંહ ને રાજકોટ થી પકડી પાડવામા આવ્યો છે. અને જરૂરી કાર્યવાહી માટે સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન ને સોંપી આપેલ છે.
આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી તથા તેઓના સ્ટાફ દ્વારા કરવામા આવી હતી.


