Jamnagar Police : જામનગરના બે પોલીસ સ્ટેશનમાં ગુનામાં વોન્ટેડ અને છેલ્લા છ માસથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે આજે ઝડપી લીધો હતો.
જામનગરના સીટી એ. ડીવીઝન પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટરના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ક્વોડના માણસો દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી જરૂરી વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું
દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે જામનગરના સીટી એ ડીવી. પો.સ્ટે. તથા સીટી બી ડીવી. પો.સ્ટે.માં નોંધાયેલા ગુનાનો આરોપી અને છેલ્લા 6 માસથી વોન્ટેડ અખ્તર ઇસ્માઇલભાઈ વાંગીડા (રહે. મોરકંડા રોડ અનમોલ પાર્ક શેરી નં-2 જામનગર) હાલ જામનગર મોરકંડા પાસેના પોતાના ઘર પાસે આવેલો છે. જે હકીકતના આધારે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને આરોપીની મોરકંડા નજીક શોધખોળ કરતા આરોપી પોલીસને જોઇને ભાગી ગયો હતો. જેથી તાત્કાલીક તમામ ચેક પોસ્ટને એલર્ટ કરતાં સીટી એ ડીવી. પો.સ્ટે.ની લાલપુર ચોકડી પાસે આવેલ ચેક પોસ્ટ ખાતે પોલીસ બંદોબસ્ત હોય તે ચેકપોસ્ટ પરથી વોન્ટેડ આરોપી અખ્તરભાઇ ઉર્ફે મુનો ઇસ્માઇલભાઇ વાંગીડાને પકડી પાડયો હતો.


