Gujarat

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીનું હાલારની સાત નગરપાલિકાઓ પાસેથી રૂ.5.44 કરોડનું લેણું બાકી

By GS TEAM
22 Feb 20261 min read
TukuTouch Logo
પીજીવીસીએલની જામનગર વર્તુળ કચેરી દ્વારા હાલાર ના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા ની કુલ સાત નગર પાલિકાઓ પાસે થી તા . 31/1/2026ની સ્થિતિ એ રૂ.544.62 લાખના વીજબિલની વસૂલાત બાકી રહે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીનું હાલારની સાત  નગરપાલિકાઓ પાસેથી રૂ.5.44 કરોડનું લેણું બાકી

પીજીવીસીએલની જામનગર વર્તુળ કચેરી દ્વારા હાલાર ના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા ની કુલ સાત નગર પાલિકાઓ પાસે થી  તા . 31/1/2026ની સ્થિતિ એ રૂ.544.62 લાખના વીજબિલની વસૂલાત બાકી રહે છે.

જેમાં કાલાવડ નગરપાલિકા  પાસે થી સ્ટ્રીટ લાઇટના 32 જોડાણની રૂપિયા 2.76 લાખ , અને પાણીના 6 વીજ જોડાણ ની રૂ.  6.85 લાખ, સિક્કા નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના 23 વીજ જોડાણ ની રૂ.27.18 લાખ અને પાણી માટે ના 8 વીજ જોડાણ રૂ. 66.14 લાખ, ખંભાળિયા નગર પાલિકાના સ્ટ્રીટ લાઈટના 20  વીજ જોડાણ ના  3.37 લાખ અને પાણીના 22 વીજ જોડાણના રૂ.173.01 લાખ, સલાયા નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના 9 જોડાણ ની રૂ. 2.93  લાખ અને પાણી માટેના પાંચ વીજ જોડાણની રૂ.61 લાખ , ઓખા નગરપાલિકાના સ્ટ્રીટ લાઈટના 36 જોડાણ ના રૂ.38.13 લાખ, અને પાણી માટેના 12 જોડાણના 37.20 લાખ બાકી છે.

આ ઉપરાંત જામ રાવલ નગરપાલિકા ના સ્ટ્રીટ લાઇટના 10 વીજ જોડાણના ૪.૪૭ લાખ અને. પાણી માટેના 9 વીજ જોડાણ ના રૂ.26.17 લાખ , ભાણવડ નગરપાલિકાના  સ્ટ્રીટ લાઈટના 20 જોડાણ ના 8.39  લાખ અને પાણી માટે ના 10 જોડાણ જોડાણ ના 82.02 લાખ , મળી કુલ સાત  નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટ અને પાણી જોડાણના કુલ 222 જોડાણ માટે ના રૂ.544.62 લાખનું લેણું વસૂલવાનું બાકી છે.