અપડેટ: ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની જાહેરાત બાદ જામનગરમાં જાહેર કરાયેલું બ્લેકઆઉટ હવે રદ
India-Pakistan Ceasefire: ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસો સુધી તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે જામનગરમાં આજે(10 મે, 2025) રાત્રિના રોજ બ્લેકઆઉટ જાહેર કરાયું હતું, જેને હવે રદ કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર થતાં જામનગર જિલ્લામાં જાહેર કરાયેલા બ્લેકઆઉટને રદ કરવામાં આવ્યું છે. આ અંગે જામનગરના કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, નવી માહિતી મળી છે તે મુજબ હવે અગાઉ જાહેર કરાયેલી 'આજે રાત્રે 8 કલાકથી આવતીકાલે સવારે 6 વાગ્યા સુધઈના બ્લેકઆઉટની' સૂચનાને રદ કરવામાં આવે છે. આમ છતાં જામનગરના લોકોને સાવચેત રહેવા અને સહાય માટે જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવે છે.