Get The App

જામનગર પાલિકાની મિલકત વેરા શાખા આજે જીઆઇડીસી ફેઇઝ-2 અને 3 વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી

Updated: Jun 16th, 2025

GS TEAM


Google News
Google News
જામનગર પાલિકાની મિલકત વેરા શાખા આજે જીઆઇડીસી ફેઇઝ-2 અને 3 વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી 1 - image


Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખાની આજે મોટી ટુકડી દરેડ જીઆઇડીસી ફેસ-2 અને 3 વિસ્તારમાં ત્રાટકી હતી, અને આશરે 400 જેટલા ઉદ્યોગકારોનો બાકી રોકાતો 40 કરોડ જેટલો પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ કરવા માટેની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને ઉદ્યોગકારોમાં ભારે ફફડાટ મચી ગયો હતો. પોલીસ તંત્રને સાથે રાખીને વસુલાતની કામગીરી શરૂ કરવામાં આવી છે, અને કેટલાક ઉદ્યોગકારો દ્વારા તાત્કાલિક અસરથી સ્થળ પર જ ચૂકવણાં શરૂ કરી દેવાયા છે, જ્યારે અને માત્ર 3 ઉદ્યોગકારો પાસેથી 58 લાખની સ્થળ પર વસુલાતની કામગીરી હાથ ધરી લેવાઇ છે. અન્યથા જરૂર પડયે મિલકત જપ્તીની પ્રક્રિયાઓ હાથ ધરી લેવાશે.

જામનગર મહાનગરપાલિકા અને જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ સેડ હોલ્ડર એસોસિએશન કે જે બંને વચ્ચે અગાઉ ઓગસ્ટ 2023 ની સાલમાં એમ.ઓ.યુ. થયું હતું, અને ઉદ્યોગકારો દ્વારા ટેક્સની રકમ મહાનગરપાલિકાને ચૂકવવામાં આવશે જેમાંથી 25 ટકા રકમ મહાનગરપાલિકા રાખશે, જયારે બાકીની 75 ટકા રકમ ઉદ્યોગ નગર વિસ્તારમાં જ જરૂરી વિકાસના કામોમાં વાપરી નાખવામાં આવશે. જે એમ.ઓ.યૂ. નો મોટાભાગના કારખાનેદારોએ સ્વીકાર કર્યો હતો, પરંતુ 400 જેટલા ઉદ્યોગકારો કે જે સૌપ્રથમ જામનગરની અદાલત અને ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યા હતા, અને પિટિશન દાખલ કરી હતી. જેમાં બંને પક્ષની લંબાણપૂર્વકની દલીલો બાદ થોડા સમય પહેલા જ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઉદ્યોગકારોની પિટિશન ડિસમિસ કરી નાખી હતી. જેથી મહાનગરપાલિકા માટેનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો માર્ગ મોકળો બન્યો હતો. જે બાકી રોકાતી રકમ મેળવવા માટે મહાનગર પાલિકા દ્વારા તમામ ઉદ્યોગકારોને અંતિમ નોટિસ પાઠવી દિધી હતી. ત્યારબાદ પણ ટેકસર રિકવરીના વાહનો જે શહેરી વિસ્તારમાં ફરે છે, તેને પણ ઉદ્યોગ વિસ્તારમાં મોકલીને ટેક્સ વસુલાત માટે અંતિમ તક આપી હતી. પરંતુ તે વસૂલાતમાં પણ  ઉપરોકત 400 જેટલા ઉદ્યોગ રસ દાખવ્યો ન હતો અને મહાનગરપાલિકાને ફૂલ મળીને અંદાજે 40 કરોડ જેટલી ટેક્સની રકમ રિકવરી કરવાની બાકી રહે છે.

જેની કડક વસુલાતની કાર્યવાહીના ભાગરૂપે તેમજ જો ટેક્સ ભર પાઇ ના કરે, તો મિલકત જપ્તી સહિતની પ્રક્રિયાઓ હાથ કરવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી હતી. મ્યુનિ કમિશનર ડી.એન.મોદીના સીધા માર્ગદર્શન હેઠળ ટેક્સ વિભાગના અધિકારી જીગ્નેશ નિર્મળ અને તેઓની સમગ્ર ટેક્સ બ્રાન્ચની ટુકડી તથા સિક્યુરિટી વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્રને સાથે રાખીને આજે સામુહિક રીતે વસુલાત શરૂ કરવામાં આવી હતી. તેને લઈને ઉદ્યોગકારોમાં ફફડાટ મચી ગયો હતો. 

સૌપ્રથમ તેની પાસે મોટી રિકવરી કરવાની રહે છે તે ઉદ્યોગકારો પાસે વસુલાત માટેની પ્રક્રિયા હાથ કરવામાં આવી હતી, અને ધીમે ધીમે ઉદ્યોગકારો દ્વારા સ્થળાં ચુકવણું શરૂ કરી દેવાયું હતું, અને જો પ્રોપર્ટી ટેક્સ ભરવામાં હજુ પણ આનાકાની કરાશે? તો તેઓની મિલકતની જપ્તીકરણની પણ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે.

ચમત્કાર વિના નહિ નમસ્કાર : માત્ર ત્રણ ઉદ્યોગકારોએ 58 લાખ ભર્યા

દરેક જીઆઇડીસી વિસ્તારમાં બાકી રોકાતી પ્રોપર્ટી ટેકસની રકમની રિકવરી માટે ગયેલી ટેક્સ વિભાગની ટીમને માત્ર ત્રણ ઉદ્યોગકારોએ જ પાંચ મિનિટના સમયગાળા દરમિયાન મસ મોટી રકમ જમા કરાવી છે. જામનગર મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની ટુકડી આજે પોલીસ તંત્રને સાથે રાખીને વેરા વસુલાતની કડક ઝુંબેશ શરૂ કરી હતી, જેમાં આખરે ઉદ્યોગકારોમાં હડકંપ મચી ગયો હતો, અને બે ઉદ્યોગકાર કે જેની અંદાજે 50 લાખ જેવી રકમ ચૂકવવાની બાકી હતી, જેની સ્થળ પર વસુલાત કરી લેવામાં આવી છે, ત્યારે એક આસામીની 8 લાખની રકમ  સ્થળ પર જ મહાનગરપાલિકા સમક્ષ જમા કરાવી દેવામાં આવી છે, અને આખરે ઉદ્યોગકારો ધીમે ધીમે ટેક્સ ભરતા થયા છે


Tags :