જામનગર પાલિકા દ્વારા બચુનગર વિસ્તારમાં 8,000 ચોરસ ફૂટમાં ખડકી દેવાયેલો ગેરકાયદે ઘોડાનો તબેલો દૂર કરાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી-નાગમતી નદીને મૂળ સ્વરૂપમાં લાવવાના ભાગરૂપે દિવાળી પહેલાં મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, અને અનેક દબાણો હટાવી લેવાયા હતા.
જે પ્રક્રિયા આજે ફરીથી શરૂ કરાઈ છે અને ખુદ કમિશનર ડી.એન.મોદી જાતે સર્વે કરવા માટે નીકળ્યા હતા. બચુ નગર વિસ્તારમાં દબાણના સર્વે દરમિયાન તેઓની સાથે આસી.કમિશનર ભાવેશ જાની, ઉપરાંત મુકેશ વરણવા, અને એસ્ટેટ શાખાનો કાફલો જોડાયો હતો.બચુ નગર વિસ્તારમાં અંદાજે 8,000 ફૂટ જેટલી સરકારી જગ્યા કે જેના ઉપર કોઈ આસામી દ્વારા ઘોડાનો તબેલો બનાવી લેવાયો હતો, અને દિવાલની ફેન્સીંગ, ગેઇટ વગેરે લગાડીને તેમાં ઘોડા બાંધવામાં આવ્યા હતા. તે સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ દબાણ હટાવવાની ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને એસ્ટેટ શાખા દ્વારા હાલ ઉપરોક્ત જગ્યાને ખુલ્લી કરાવવા માટે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે.








