જામનગર પાલિકા દ્વારા આજથી શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનો કરાયો પ્રારંભ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વામ્બે આવાસ દિગ્જામ સર્કલ પાસે આવેલ શાળા નંબર 22-23 માં શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મ્યુનિ. કમિશ્નર ડી.એન.મોદી, આસી.કમિશનર ભાવેશ જાની, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી પ્રકાશ બાંભણીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ફાલ્ગુની પટેલ તેમન સ્થાનિક નગર સેવક સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ તકે આંગણવાડી અને પહેલા ધોરણમાં પ્રવેશ મેળવતા વિધાર્થીઓને ઉત્સાહભેર પ્રવેશ આપ્યો હતો. ઉપરાંત વર્ષ દરમિયાન અભ્યાસમાં સારા ગુણ મેળવનાર વિધાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર શાળા પ્રવેશ કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ અગ્રણીઓ દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જામનગરની દેવરાજ દેપાળ સ્કૂલમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આજથી રાજ્યની તમામ શાળાઓમાં પ્રવેશોત્સવ યોજવાનું નક્કી કરાયું છે, જે અનુસાર જામનગરની દેવરાજ દેપાળ સ્કૂલ કે જેમાં આ વખતે પ્રથમવાર ઇંગ્લીશ મીડીયમની પ્રાઇમરી સ્કૂલ શરૂ કરવામાં આવી છે, ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળામાં આજે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ઉપસ્થિત રહ્યા હતા.

આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમ કકનાણી તેમજ અન્ય હોદ્દેદારો ઉપરાંત કોર્પોરેટર ધીરેન મોનાણી, અને કુસુમબેન પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય સહિતના મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું હતું, તેમજ સ્કૂલ બેગ, પુસ્તકો વગેરેની ભેટ શોગાદો અપાઈ હતી.









