Gujarat

જામનગર મહાનગર પાલિકાની વ્યાજ માફી યોજના આગામી તા. 31ના થશે પૂર્ણ

By GS TEAM
22 Mar 20261 min read
TukuTouch Logo
જામનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ 100 વ્યાજ માફી યોજના આગામી તા. 31 માર્ચના પૂર્ણ થાય છે. જેનો લાભ લેવા મહાનગર પાલિકા એ અનુરોધ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર મહાનગર પાલિકાની વ્યાજ માફી યોજના આગામી તા. 31ના થશે પૂર્ણ

જામનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ 100  વ્યાજ માફી યોજના આગામી તા. 31 માર્ચના પૂર્ણ થાય છે. જેનો લાભ લેવા મહાનગર પાલિકા એ અનુરોધ કર્યો છે.

ગત તા.13/02/2026થી તા.31/03/2026 સુધી બાકી વેરા ની રકમ ભરપાઇ કરનાર આસામી ને વ્યાજ માં ૧૦૦ ટકા માફી આપવા ની યોજના અમલ માં મૂકવામાં આવી હતી.

હાઉસ  ટેકસ, વોટર ચાર્જ, વ્યવસાય વેરા, કારખાના લાયસન્સ ફ્રી અને ભાડાની બાકી રકમ ઉપર વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ હોય, જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ વ્યાજના ભારણ, રીકવરી તેમજ મિલ્કત ‘જપ્તી’ની કાર્યવાહીથી બચવા અનુરોધ કરવામાં આવ્યો છે.

વેરાની રકમ ઓન લાઇન તેમજ   જામનગર મહાનગરપાલિકા, મુખ્ય કેશ કલેકશન વિભાગ , સીટી સીવીક સેન્ટરો (સરૂ સેકશન, રણજીતનગર, ગુલાબનગર, ગ્રીન સીટી તથા સમર્પણ સર્કલ), જામનગર શહેરમાં આવેલી એચ.ડી.એફ.સી. બેંક, નવાનગર કો-ઓપરેટીવ બેંક, આઈ.ડી.બી.આઈ. બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની શહેરની તમામ શાખાઓ , 

 મોબાઈલ ટેકસ કલેકશન વેન (ઓન કોલ ટેકસ કલેકશન) તથા મહાનગરપાલિકાની વેબસાઈટ www.mcjamnagar.com અને JMC CONNECT મોબાઈલ એપ્લીકેશન પર સ્વીકારવામાં આવશે.