જામનગર: 14 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારનાર આરોપી ઝડપાયો, પીડિતા ગર્ભવતી થતા થઈ જાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News: જામનગર શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરાયાની ગંભીર ઘટના પ્રકાશમાં આવતાં ભારે ચકચાર મચી છે. આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. માત્ર 14 વર્ષની સગીરા ગર્ભવતી બની જતાં મામલો સામે આવ્યા બાદ પોલીસ મથકે પહોંચ્યો હતો અને આરોપી સામે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે.
વિશ્વાસનો લાભ લઈ સગીરાનું શારીરિક શોષણ
ફરિયાદ મુજબ, આરોપીએ સગીરાને પ્રેમ સંબંધની વાતોમાં ફસાવી તેના વિશ્વાસનો લાભ લીધો હતો. ત્યારબાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બનાવ બાદ આરોપીએ સગીરાને કોઈને પણ વાત ન કરવાની અને મૌન રહેવાની સૂચના આપી હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. સગીરાના નિવેદન અને અન્ય વિગતોના આધારે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.
ઘટના એમ છે કે, જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરા તેના પાડોશમાં જ રહેતા 23 વર્ષીય શબ્બીર અબ્બાસ મહુરના સંપર્કમાં આવી હતી. જેમાં આરોપીએ સગીરા સાથે વાતચીત કરી પ્રેમ જાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી. આરોપીએ સગીરાને ધાક ધમકી આપી અને આ વાતની કોઈને જાણ કરશે તો પતાવી નાખવાની અથવા પરિવારજનોને પણ મારી નાખવાની ધમકી આપી હોવાથી સગીરા મૌન રહી હતી.
સમગ્ર ઘટના બાદ થોડા દિવસ પહેલા રાત્રિના સમયે સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેણે માતાને જણાવતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ ગયા હતા, જયાં તબીબો દ્વારા ચકાસણી કરવામાં આવતાં માત્ર 14 વર્ષની સગીરા ગર્ભવતી હોવાનું જણાયું હતું. આ બનાવ મામલે સગીરાની જીણવટભરી પૂછપરછ કરતાં તેને આખરે પાડોશી શબ્બીર અબ્બાસ નામના શખસ કે જેને પ્રેમ જાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું.
દુષ્કર્મની ઘટના મામલે સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પોકસો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી શબ્બીર અબ્બાસ વાઘેર ઝડપી પાડ્યો હતો. હાલ સગીરાની તબીબી ચકાસણી અને સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.








