Gujarat

જામનગરના શખ્સને ઓવર સ્પીડમાં કાર ચલાવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં ફેમસ થવું ભારે પડ્યું : પોલીસે કાર સાથે દબોચ્યો

By GS TEAM
1 Aug 20251 min read
TukuTouch Logo
સાયબર ક્રાઈમ પોલીસે સ્કોર્પિયો કારના ચાલક સામે જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધી અટકાયતમાં લીધો : કાર કબજે કરાઈ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના શખ્સને ઓવર સ્પીડમાં કાર ચલાવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં ફેમસ થવું ભારે પડ્યું : પોલીસે કાર સાથે દબોચ્યો

Jamnagar Police : જામનગરના બેડીબંદર રોડ પર ઓવર સ્પીડમાં સ્કોર્પિયો કાર ચલાવી તેની રીલ બનાવી પોતે ફેમસ થવા માટે ઇન્સ્ટાગ્રામમાં મૂકનાર સામે કાયદાનો દંડો ઉગામવામાં આવ્યો છે, અને તેની સામે જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરાઈ છે, તેમજ કાર પણ કબજે કરી લેવામાં આવી છે.

 જામનગરના બેડી બંદર રોડ પર ગરીબ નગર વિસ્તારમાં રહેતો જાબીર મહેબુબભાઇ સાઇચા નામનો 19 વર્ષનો યુવાન કે જે પોતાની જી.જી.10 ડી.આર. 3579 નંબરની સ્કોર્પિયો કાર કે જે બેડી બંદર રોડ પર ઓવર સ્પીડમાં ચલાવી અને તેનો વિડીયો બનાવ્યો હતો. ત્યારબાદ તે વીડિયો તેણે ઇન્સ્ટાગ્રામ મારફતે સોશિયલ મીડિયામાં વાયરસ કર્યો હતો અને પોતે ફેમસ થવા માટે આવું કૃત્ય કર્યું હતું. 

જામનગર સાયબર ક્રાઇમની તેના ઉપર નજર હતી, અને સ્કોર્પિયો કાર ચાલકને શોધી કાઢી સાઇબર ક્રાઇમના બી.એ.જાડેજાએ જાતે ફરિયાદી બનીને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં તેની સામે ગુનો દાખલ કરાવ્યો છે. જેમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 281 તથા એમ.વી.એક્ટ કલમ 177 અને 184 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તેમાં કાર ચાલકની અટકાયત કરી તેની સ્કોર્પિયો કાર પણ કબજે કરી લેવામાં આવી છે.