Gujarat

જામનગરમાં વાપીથી આયાત થયેલો માતબર ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો એલસીબીની ટુકડીએ પકડી પાડ્યો

By GS TEAM
19 Dec 20251 min read
TukuTouch Logo
કડીયાવાડ વિસ્તારમાં એક મકાનમાંથી 398 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક શખ્સની અટકાયત : સપ્લાયરનું નામ ખુલ્યું

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં વાપીથી આયાત થયેલો માતબર ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો એલસીબીની ટુકડીએ પકડી પાડ્યો

Jamnagar Police : જામનગરના કડિયાવાડ વિસ્તારમાં રહેતા એક શખ્સ દ્વારા બહારથી ઇંગ્લિશ દારૂની બોટલોનો માતબર જથ્થો આયાત કરીને પોતાના રહેણાંક મકાનમાં સંતાડવામાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો.

 કડીયાવાડ વિસ્તારમાં વિશ્વકર્મા ચોકમાં રહેતા રોહિત ઉર્ફે ગટુ જેન્તીભાઈ ચાવડા નામના શખ્સના મકાન પર ગઈકાલે મોડી સાંજે દરોડો પાડ્યો હતો, જે દરોડા દરમિયાન રહેણાક મકાનમાં ઉતારવામાં આવેલો 398 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.

 આથી પોલીસે રૂપિયા 1,43,700 ની કિંમતનો ઇંગ્લિશ દારૂ કબજે કરી લઈ મકાન માલિક રોહિત ચાવડાની અટકાયત કરી લીધી છે. જેની પૂછપરછના આધારે ઉપરોક્ત દારૂ વાપીના પ્રદીપભાઈ નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાનું જાણવા મળતાં પોલીસે તેને ફરાર જાહેર કરી અને તપાસનો દોર વાપી સુધી લંબાવ્યો છે.