Get The App

લાલપુરના સિંગચ ગામમાં ખેડૂતના મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો : 12 જુગારીઓ પકડાયા

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
લાલપુરના સિંગચ ગામમાં ખેડૂતના મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો  : 12 જુગારીઓ પકડાયા 1 - image

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સીંગજ ગામમાં રહેતા એક ખેડૂતના રહેણાંક મકાનમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ગઈ રાત્રે દરોડો પાડ્યો હતો, અને મકાન માલિક સહિત 12 જુગારીઓને રંગે હાથ ઝડપી લઇ તેઓ પાસેથી રૂપિયા પોણા ચાર લાખની માલમતા કબજે કરી છે.

 જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે લાલપુર તાલુકાના સીંગચ ગામમાં નવી સોસાયટીમાં રહેતા ઈશ્વરસિંહ સદુભાવવાઢેર નામના એક ખેડૂતના રહેણાક મકાનમાં જુગારધામ ચાલી રહ્યું છે, અને જામનગર જિલ્લામાંથી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી કેટલાક જુગારીઓ જુગાર રમવા માટે આવ્યા છે, જે બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાન માલિક સહિત 12 જુગારીઓ ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા પકડાયા હતા.

 એલસીબીની ટુકડીએ મકાન માલિક ઈશ્વરસિંહ સદુભા વાઢેર ઉપરાંત ઉંમર અહમદભાઈ ભાયા, આમીન આદમભાઈ, વિજય આલાભાઇ માતંગ, આદમ ભાઈ હુસેનભાઇ શુંભણીયા, નારુભાઈ સામતભાઈ કારિયા, હુસેન ઇબ્રાહીમભાઇ મુન્દ્રા, જાવેદ મહમદ ચમડિયા, અબ્દુલ સુલેમાન ભાઈ ભાયા, અફરોજ સુલેમાનભાઈ ભટ્ટી તેમજ મનોજ કાંતિભાઈ દાવદ્રાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 1,17,200 ની રોકડ રકમ 12 નંગ મોબાઈલ ફોન તેમજ પાંચ નંગ મોટરસાયકલ વગેરે સહિત કુલ રૂપિયા 3,87,800 ની માલમતા કબજે કરી છે