Get The App

જોડીયાના જીરાગઢ ગામે તથા બોડકાગામે થયેલી બે લુંટની ઘટનાનો એલસીબીની ટુકડીએ ભેદ ઉકેલ્યો : મહીલા સહિત બે પુરૂષોને પોલીસે ઝડપ્યા

Updated: Oct 15th, 2025

GS TEAM

Google News
Google News
જોડીયાના જીરાગઢ ગામે તથા બોડકાગામે થયેલી બે લુંટની ઘટનાનો એલસીબીની ટુકડીએ ભેદ ઉકેલ્યો : મહીલા સહિત બે પુરૂષોને પોલીસે ઝડપ્યા 1 - image

Jamnagar Robbery Case : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ અને બોડકા ગામમાં બે મકાનોમાં લૂંટની ઘટના બની હતી, જે અંગેની ફરિયાદ નોંધાવ્યા બાદ એલસીબીની ટુકડી અને જોડીયા પોલીસ હરકતમાં આવી ગઈ હતી, અને લૂંટારૂ ગેંગને ઝડપી લીધી છે, એક મહિલા તથા બે પુરુષ સહિતની ત્રિપુટી ઝડપાઇ છે, અને તેઓ પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત તેઓની સાથે એક ટાબરીયાની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે.

જોડીયા તાલુકાના બોડકા ગામમાં રહેતા જશવંતીબેન જગદીશભાઇ મોહનભાઇ ગડારા (ઉ.વ.80) એ ગત તા.11.10.2025ના રાત્રીના પોતાના ઘરે સુતા હતા ત્યારે તેમને કાનમાં પહેરેલ બે સોનાની બુટી આશરે 10 ગ્રામ વજનની જેની આશરે કિમત રૂપિયા 40,000 તથા બટવા (પાકીટ) માં રહેલ આશરે રોકડા રૂપીયા 7000 મળી કુલ કિમત રૂપીયા 47,000ની લુંટની ફરીયાદ કરી હતી.

જ્યારે જીરાગઢ ગામમાં રહેતા રંભાબેન પરબતભાઇ ચોટલીયા (ઉ.વ.80) એ પણ ગત તા.08.10.2025 ના રાત્રીના પોતાના ઘરે સુતા હતા, ત્યારે તેમણે કાનમાં પહેરેલ બે સોનાની બુટી જેનો આશરે વજન 6 ગ્રામની જેની આશરે કિંમત રૂપિયા 24000 ની લુંટની ફરીયાદ કરી હતી.

જોડીયાના જીરાગઢ ગામે તથા બોડકાગામે થયેલી બે લુંટની ઘટનાનો એલસીબીની ટુકડીએ ભેદ ઉકેલ્યો : મહીલા સહિત બે પુરૂષોને પોલીસે ઝડપ્યા 2 - image

જે બંને ફરિયાદ બાદ જોડીયા પોલીસ અને એલસીબીની ટુકડીએ તપાસમાં ઝંપલાવ્યું હતું અને કોમ્બિંગ હાથ ધરીને ત્રણેય લૂંટારું આરોપીઓ સિકંદર ઉર્ફે કારો મુરાદભાઈ સોઢા (રહેવાસી-જીરાગઢ), અલ્પેશભાઈ દાનાભાઈ કાનાણી (ઉંમર વર્ષ 20) (ધંધો-શાકભાજી વેચવાનો,  બનાસકાંઠા), તેમજ હુસેનાબેન ઉર્ફ આશાબેન ઉર્ફે હસીનાબેન અશોકભાઈ દાનાભાઇ કટારીયા, મુરાદભાઈ હબીબભાઈ સોઢા (ઉંમર વર્ષ 26 રહે. પીઠડ ગામ તાલુકો જોડીયા)ની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી ચાર નંગ સોનાના બુટીયા, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 76,000 ની માલમતા કબજે કરવામાં આવી છે.

લુંટારું ટોળકી દિવસ દરમિયાન વૃદ્ધ મહિલાનું મકાન શોધીને રેકી કર્યા બાદ રાત્રિના ત્રાટકતા હતા

લૂંટારું ટોળકી ખાસ કરીને વયોવૃદ્ધ મકાન માલિકોને ટાર્ગેટ કરવાના ભાગરૂપે દિવસ તથા રાત્રી દરમ્યાન આજુબાજુના ગામ વિસ્તારમા ફરીને વૃધ્ધ મહીલાનું ઘર જોઇ રેકી કરતા હતા. જે મકાનને ધ્યાનમાં રાખીને મોડી રાત્રીના સમયે પોતે મોઢે કપડા બાંધી ઘરમાં સુતેલા મહીલાને પકડી લુંટ કરી અંજામ આપતા હતા.