Get The App

કાલાવડમાંથી ઇકો કારની ચોરી કરનાર પંચમહાલના બે તસ્કરોને કાર સાથે પકડી પાડતી જામનગર LCB પોલીસ

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
કાલાવડમાંથી ઇકો કારની ચોરી કરનાર પંચમહાલના બે તસ્કરોને કાર સાથે પકડી પાડતી જામનગર LCB પોલીસ 1 - image

Jamnagar Police : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામમાંથી એક ઇકો કારની ચોરી થઈ હતી, જે વાહનની ચોરી કરનાર પંચમહાલ- ગોધરા પંથકના બે તસ્કરોને એલસીબીની ટુકડીએ ઝડપી પાડ્યા છે, અને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે.

 કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામમાં એક ઇકો કારની તાજેતરમાં ચોરી થઈ હતી, જે અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી, અને કાલાવડ ગ્રામ્યની પોલીસ ટીમ તેમજ એલસીબીની ટીમ વાહનચોર ટોળકીને શોધી રહી હતી. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફે જામનગરના કમાન્ડ કંટ્રોલની ટીમની મદદ મેંળવી લઈ અન્ય ખાનગી હકિકતના આધારે જામનગર કાલાવડ હાઇવે રોડ, મોટી માટલીગામના પાટીયા પાસે મોટી ભગેડી ગામે ઇકો કારની ચોરી કરનાર જશવંતભાઈ ગુલાબભાઈ ભીખાભાઈ નાયક (ઉંમર વર્ષ 27) કેજે પંચમહાલ ગોધરાના વતની અને મોટી ભગેડી ગામના જમનભાઈ કોટડીયા પટેલની વાડીમાં રહીને મજૂરી કામ કરે છે, તેમજ તેની સાથેના સમરૂભાઈ ચીમનભાઈ રજીયાભાઈ નાયક (ઉં. વર્ષ 20) ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી જી.જે.10 ડી.એ.2023 નંબરની ઇકો કાર કબજે કરી લઈ વધુ કાર્યવાહી માટે કાલાવડ રૂરલ પોલીસ સ્ટેશનને સોંપી આપેલા છે.