જામનગરમાં IPL ની ક્રિકેટ ટુર્નામેન્ટ પૂર્ણ થવાના આરે છે પરંતુ ક્રિકેટના સટ્ટાખોરો થાક્યા નથી, પોલીસે એકને પકડ્યો
Jamnagar : જામનગર શહેરમાં આઇપીએલની ક્રિકેટની બીજી સિઝન ચાલુ થયા બાદ પૂર્ણ થવાના આરે છે, પરંતુ ક્રિકેટના સટ્ટાખોરો થાક્યા નથી અને અવિરત જુગાર રમી રહ્યા છે. જેની સામે પોલીસ તંત્ર પણ કમર કસી રહ્યું છે. એલસીબીની ટુકડીએ ગઈકાલે ધરારનગર-1 વિસ્તારમાં રહેતા સીદિક હુસેનભાઇ શમા નામના એક શખ્સને પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટના સોદા કરતા રંગે હાથ ઝડપી લીધો હતો. તેની પાસેથી રોકડ રકમ મોબાઈલ ફોન સહિતનો સામાન કબજે કરી લેવાયો છે.
પોલીસની પૂછપરછ દરમિયાન પોતે જામનગરમાં જ રહેતા જગદીશભાઈ ભોગાયતા ઉર્ફે જે.પી.નામના બુકી સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.