Get The App

જામનગરના યુવાનને પ્રેમ લગ્ન ભારે પડ્યા ! પ્રેમિકાના બે ભાઈઓએ યુવાન અને તેના બે ભાઈઓ પર કર્યો હિચકારો હુમલો

Updated: Oct 10th, 2024

GS TEAM

Google News
Google News
જામનગરના યુવાનને પ્રેમ લગ્ન ભારે પડ્યા ! પ્રેમિકાના બે ભાઈઓએ યુવાન અને તેના બે ભાઈઓ પર કર્યો હિચકારો હુમલો 1 - image

image : Freepik

Jamnagar Crime : જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા અને માલધારીનો વ્યવસાય કરતા એક યુવાનને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા છે. પ્રેમિકાના બે ભાઈઓએ ઉસ્કેરાઇ જઇ પ્રેમી યુવાન તથા તેના બે ભાઈઓ પર ધારદાર હથીયાર વડે હુમલો કરી દઇ હાથ પગમાં ફ્રેકચર સહિતની ઈજા થઈ છે, તેમજ માથા કૂટ્યા છે, અને ટાંકા લેવા પડ્યા છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડમાં રહેતા ડાયાભાઈ આલાભાઇ ગુજરીયા નામના 24 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના બે ભાઈઓ રણછોડભાઈ તેમજ ગોવિંદભાઈ પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા અંગે પોતાની પ્રેમિકાના ભાઈઓ દરેડમાં રહેતા આલાભાઇ જેઠાભાઇ હાજાણી તેમજ મેઘરાજ જેઠાભાઇ હાજાણી સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આજથી ત્રણ વર્ષ પહેલાં ફરિયાદી યુવાને આરોપી આલાભાઈની બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જે બાબતે બંને પરિવારો વચ્ચે અગાઉ સમાધાન થયું હતું, જેઓ એકબીજાના દૂરના કુટુંબીઓ પણ થાય છે. પરંતુ ત્યારબાદ ફરીથી વાંધો રાખીને સૌપ્રથમ રણછોડભાઈ પર લોખંડના પાઇપ લાકડી વડે હુમલો કરી માથું ફોડી નાખતાં તેને સાત ટાંકા લેવા પડ્યા છે. ઉપરાંત હાથ પગમાં ફ્રેક્ચર થયા છે.

ત્યારબાદ આ બનાવની જાણ થવાથી ફરિયાદી ડાયાભાઈ અને તેના ભાઈ ગોવિંદભાઈ કે જેઓ બંને આરોપીઓને રસ્તામાં ભેગા થઈ જતા તે બંનેને પણ માર મારી ઈજા પહોંચાડી હોવાથી ફરિયાદીને પગમાં ટાંકા લેવા પડ્યા છે, જ્યારે ગોવિંદભાઈને માથામાં 10 ટાંકા લેવા પડ્યા છે. જે મામલે પંચકોશી બી.ડિવિઝન પોલીસ તપાસ ચલાવે છે.

Tags :