જામનગરના ખેડૂત યુવાન પર જુની અદાવતના કારણે હુમલો : પાડોશી 3 શખ્સોએ માથું ફોડી નાખ્યાની પોલીસ ફરિયાદ
Jamnagar Crime : જામનગર તાલુકાના સુમરી ભલસાણ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મજબૂત ભાઈ ગંગુભાઈ છૈયા નામના ખેડૂત યુવાને પોતાના માથામાં ધારિયાનો ઘા ઝીંકી દઈ લોહી લુહાણ કરી નાખવા અંગે, તેમજ લોખંડના પાઇપ વડે આડેધડ મૂઢ માર મારવા અંગે પોતાના જ ગામના ખીમાભાઈ ટપુભાઈ છૈયા, જયદીપ ખીમાભાઈ છૈયા, અને મયુર ખીમાભાઈ છૈયા સામે ફરિયાદ નોંધાવી છે. જયારે ઈજાગ્રસ્ત યુવાનને જામનગર જીજી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપીને ભેંસો ચરાવવા બાબતે અગાઉ તકરાર થઈ હતી, તેનું મન દુઃખ રાખીને ત્રણેયએ હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.