Get The App

જામનગર નજીક નાઘેડી ગામ પાસે કાર અને એક્ટિવા સ્કૂટર વચ્ચેના અકસ્માતમાં સ્કૂટર સવાર લોહાણા બુઝુર્ગનું કરુણ મૃત્યુ

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર નજીક નાઘેડી ગામ પાસે કાર અને એક્ટિવા સ્કૂટર વચ્ચેના અકસ્માતમાં સ્કૂટર સવાર લોહાણા બુઝુર્ગનું કરુણ મૃત્યુ 1 - image

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં અકસ્માતની પરંપરા અવિરત ચાલુ રહી છે, અને વધુ એક માનવ જિંદગી નો ભોગ લેવાયો છે. નાઘેડી ગામના પાટીયા પાસે પુરઝડપે આવી રહેલી કારના ચાલકે એકટીવા સ્કૂટરને હડફેટમાં લઈ લેતાં સ્કૂટર ચાલક નું કરુણ મૃત્યુ નિપજ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા સુરેશભાઇ મગનલાલ સોમૈયા (ઉ.વ.65) ગઈકાલે પોતાનું જી.જે. -10 ડી.જી. 0771 નંબરનું એકટીવા સ્કૂટર લઈને નાઘેડી ગામ ગ્રીન પાઇન વિલામાં પોતાના ઘેર જતા હોય તે દરમિયાન નાઘેડી પાટીયા પાસે પહોંચતા જી.જે. 10 ડી.એ. 6962 નંબરની કાર ના ચાલકે પોતાની કાર પુર ઝડપે બે ફિકરાઈથી અને ગફલતભરી રીતે તેમજ માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી એકટીવા ને હડફેટે લઈ પછાડી દેતાં સુરેશભાઈને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હોવાથી સારવારમાં લાવતા ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતક ની પુત્રી દિશાબેન સુરેશભાઈ સોમૈયા એ કાર ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળે અને જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને આ અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.