જામનગર શહેર માટે જીવાદોરી સમાન સસોઈ ડેમ ઓવરફ્લો: શહેરીજનોમાં ખુશીની લહેર
Jamnagar News : ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સારો એવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેને લઈને જૂનાગઢ, અમરેલી, જામનગર સહિતના જિલ્લામાં આવેલા નદી-નાળા, ડેમ છલકાયા છે. જેમાં જામનગર શહેર માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત ગણાતો સસોઈ ડેમ ઓવરફ્લો થતાં શહેરજનોમાં ખુશીની લહેર છવાઈ છે.
જીવાદોરી સમાન સસોઈ ડેમ ઓવરફ્લો
જામનગર શહેરમાં ભારે વરસાદ વરસતાં રણજીતસાગર ડેમ બાદ હવે સસોઈ ડેમ પણ આજે બુધવારે (20 ઓગસ્ટ) બપોરે 4 વાગ્યે ઓવરફ્લો થઈ ગયો છે. આ વર્ષે સારો એવો વરસા થતાં પહેલા રણજીતસાગર ડેમને છલકાયો હતો, જે બબ્બે વખત ઓવરફલો થઈ ગયો હતો. ત્યારબાદ શહેરના પીવાના પાણીના જીવાદોરી સમાન સસોઈ ડેમ પણ આજે છલકાયો છે.
આ પણ વાંચો: મેઘરાજા ગુજરાતમાં છ દિવસ બોલાવશે ધબડાટી, કાલે રાજ્યના 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સસોઇ ડેમ ઓવરફ્લો થતાં માત્ર પીવાના પાણીની સમસ્યા જ નહીં, પરંતુ ખેડૂતો અને ઉદ્યોગ જગત માટે પણ મોટી રાહત મળી છે. ડેમ છલકાવાથી જળસપાટી ઊંચી આવશે અને આગામી આખું વર્ષ પાણીની કોઈ તંગી ન રહેવાની શક્યતા છે.
જામનગર શહેરના લોકો અને ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. આ ઉપરાંત હજુ પણ વરસાદી સિઝન ચાલુ હોવાથી અન્ય ડેમોમાં પણ પાણીની આવક થઈ રહી છે. જેથી જામનગર શહેર અને જિલ્લા માટે પીવાના પાણી ઉપરાંત ખેતી માટે આનંદદાયક સમાચાર છે.